આમળાનું જ્યૂસ અનેક જરૂરી પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ચમત્કારિક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ શિયાળામાં રોજ સવારે ખાલી પેટ એક ચમચી આમળાનું જ્યૂસ પીવા શરીરને શું ફાયદો થાય?
શિયાળામાં દરરોજ સવારે ખાલી પેટ 1 ચમચી આમળાનું જ્યૂસ પીવાથી વાળ સબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જે વાળ ખરતા અટકાવવા સાથે જ વાળને જરૂરી પોષણ આપે છે.
શિયાળામાં તમે ઝડપથી બીમાર પડો છો. જેનાથી બચવા માટે તમારી ઈમ્યુનિટી મજબૂત હોવી જરૂરી છે. આમળાનું જ્યૂસ વિટામિન-સીથી ભરપુર હોય છે.
સ્કિનને સ્વસ્થ જાળવી રાખવા માટે વિટામિન Cના ગુણથી ભરપુર આમળાનો જ્યૂસ પીવો જોઈએ. જેનાથી તમને ખીલની સમસ્યામાં રાહત મળે છે.
શરીરમાં જમા ઝેરીલા પદાર્થને બહાર નીકાળવા માટે શિયાળામાં દરરોજ ખાલી પેટ એક ચમચી આમળાના જ્યૂસનું સેવન કરવું જોઈએ, કારણ કે આમળા એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર હોય છે.
પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યા દૂર રાખવા અને પાચન તંત્રને મજબૂત કરવા માટે દરરોજ આમળાનો જ્યૂસ પીવો જોઈએ. જેમાં રહેલ ફાઈબર પેટ સાફ રાખે છે.
આમળાની તાસીર ઠંડી હોય છે. એવામાં તમારે ઠંડીની સિઝનમાં તેનું વધારે સેવન કરવાનું ટાળવું જોઈએ , કારણ કે તેનાથી શરદી-ઉધરસ અને તાવની સમસ્યા થઈ શકે છે.