Drink Milk: આ ચાર લોકો માટે ઝેર સમાન છે, ખાલી પેટ દૂધ પીવું


By Sanket M Parekh24, Apr 2025 03:48 PMgujaratijagran.com

હેલ્ધી રહેવા જરૂરી દૂધ

શરીરને હેલ્ધી રાખવા માટે દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. ડેઈલી ડાયટમાં દૂધને સામેલ કરવાથી હાડકાં મજબૂત બને છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

દૂધમાં પોષક તત્વો

દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન D, વિટામિન B12, વિટામિન A, ફાસ્ફોરસ, પોટેશિયમ અને આયોડિન સામેલ છે. જે પીવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે.

ખાલી પેટ દૂધ પીવાના નુકસાન

દૂધ જેટલું ફાયદેમંદ છે, તેટલું જ હાનિકારક પણ છે. આજે અમે આપને જણાવીશું કે, આખરે કેવા લોકોએ ખાલી પેટ દૂધ ના પીવું જોઈએ. તો ચાલો તે વિશે વિગતવાર જાણીએ...

અસ્થમામાં દૂધ

અનેક રિસર્ચ પેપરમાં સામે આવ્યું છે કે, અસ્થમામાં ખાલી પેટ દૂધ ક્યારેય ના પીવું જોઈએ, કારણ કે તેમ કરવાથી શ્વાસની નળીઓમાં સોજો થઈ શકે છે.

એસિડિટીમાં દૂધ

એસિડિટીમાં ખાલી પેટ દૂધ પીવાથી આ સમસ્યા આગળ જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે દૂધમાં અલ્કલાઈન નામનું પોષક તત્વ મળી આવે છે.

ડાયાબિટીસમાં દૂધ

ડાયાબિટીસના દર્દીઓએ પણ ખાલી પેટ દૂધ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમારું સુગર લેવલ ઝડપથી વધી શકે છે.

શરદી-ઉધરસમાં દૂધ

જે લોકોને કાયમ શરદી-ઉધરસની સમસ્યા રહેતી હોય, તેમના માટે પણ ખાલી પેટ દૂધ પીવું નુકસાનદાયક નીવડી શકે છે, કારણ કે દૂધમાં ફેટ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે.

વધારે દૂધ ના પીવું જોઈએ

આમ ઉપરોક્ત જણાવ્યા મુજબના લોકો સિવાય જો તમે પણ વધારે પ્રમાણમાં દૂધ પીતા હોય, તો તેનાથી તમારી તબિયત બગડી શકે છે. દૂધ પીતી વખતે તેના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Mango Milkshake: મેંગો મિલ્ક શેકથી શું નુકસાન થાય?