ગરમીની સિઝનમાં કેરી અને દૂધનો મિલ્ક શેક પીવો સૌ કોઈને ગમતું હોય છે. જે ટેસ્ટમાં પણ ખૂબ જ સારો લાગે છે, પરંતુ શું તમે જાણો છો મેંગો મિલ્ક શેક પીવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે? તો ચાલો જાણીએ મેંગો મિલ્ક શેક પીવાથી સ્વાસ્થ્યને કેવા ગંભીર નુકસાન થાય
કેરી અને દૂધનું મિક્સ્ચર ભારે હોય છે. આથી જો તેને વધારે પીવામાં આવે, તો પેટમાં ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
ઘણાં લોકોને મેંગો મિલ્ક શેક પીવાથી સ્કિનમાં એલર્જી થઈ શકે છે. જેના કારણે શરીરમાં દાણા-દાણા જેવી જીણી ફોલ્લીઓ અને ખંજવાળ આવી શકે છે, કારણ કે મિલ્ક શેકને ડાઈઝેસ્ટ કરવામાં તકલીફ થવાના કારણે આવી સમસ્યા થઈ શકે છે.
કેરીનું ગળપણ અને દૂધની કેલેરીઝના કારણે મેંગો મિલ્કશેક પીવાથી ઘણાં લોકોનું વજન એકદમ વધવા માંડે છે. ખાસ કરીને જ્યારે મેંગો મિલ્ક શેકને દરરોજ પીવામાં આવે, ત્યારે આ મોટાપાની સમસ્યા વકરી શકે છે.
કેરી અને દૂધ બન્નેમાં સુગરનું પ્રમાણ હોય છે. એવામાં મિલ્ક શેક બનાવીને પીવાથી શરીરમાં સુગર લેવલ વધી શકે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનદાયક નીવડી શકે છે.
દૂધની તાસીર ઠંડી અને કેરીની ગરમ હોય છે. એવામાં આ બન્નેનું મિક્સ્ચર પીવાના કારણે ઉધરસ અને કફની સમસ્યા વકરી શકે છે.
વધારે ડાઈઝેશનની સમસ્યા થવાથી ચહેરા પર એક્ને અને પિમ્પલની સમસ્યા થઈ શકે છે. જેનાથી સ્કિનનો ગ્લો ઓછો થાય છે અને ચહેરો કાયમ ડલ લાગે છે.