ખાલી પેટ દૂધ પીવાથી શું થાય છે? જાણો નિષ્ણાતો શું કહે છે


By Vanraj Dabhi01, Sep 2024 05:23 PMgujaratijagran.com

ઉણપ દૂર કરે

રોજ દૂધનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર થાય છે.

પોષક તત્વો

દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, અન્ય જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

યાદશક્તિ

દૂધ પીવાથી શરીર ઉર્જાવાન રહે છે અને શક્તિ મળે છે. દૂધ પીવાથી યાદશક્તિ વધે છે.

વજન ઘટાડે

પ્રોટીનથી ભરપૂર દૂધનું રોજ સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.

હાનિકારક

ફાયદાકારક હોવા છતાં જો તમે ખોટા સમયે દૂધનું સેવન કરશો તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સવારે ખાલી પેટ

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે સવારે ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ.

કબજિયાત અને ગેસ

તેનાથી કબજિયાત અને પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે.

બાળકો માટે

નિષ્ણાતોના મતે નાના બાળકોને ગમે ત્યારે દૂધ પીવડાવી શકાય છે. ખાલી પેટે દૂધ પીવું તેમના માટે નુકસાનકારક નથી.

ડૉક્ટરની સલાહ લો

આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે નિષ્ણાતની યોગ્ય સલાહ લો.

દૂધીનું સેવન કરવાથી આ ફાયદા મળે છે