દૂધીમાં વિટામીન-એ, વિટામીન-સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્ત્વો ભરપૂર હોય છે.
દૂધીનું શાકનું રોજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ચાલો આજે તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
દૂધીમાં લો કેલરી અને હાઈ ફાઇબર હોય છે. તેનું શાક ખાવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.
દૂધીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે દૂધીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દૂધીમાં ફાઈબર સારી માત્રામાં હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે દૂધી ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ પર તેનું સેવન કરી શકે છે.
દૂધીમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ અને પાણી હોય છે, જે ત્વચાને હાઇડ્રેટેડ અને ગ્લોઇંગ બનાવે છે.
દૂધીમાં રહેલા પોષક તત્વો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.
આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે નિષ્ણાતની યોગ્ય સલાહ લો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.