ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખજૂર ખાવું કેટલું યોગ્ય છે? ખજૂરમાં કુદરતી ખાંડ અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ હોવાથી, તેનો યોગ્ય ઉપયોગ અને પ્રમાણસર ખાવું જરૂરી છે. આવો જાણીએ વધુમાં
ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખાતા સમયે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેમાં વધુ માત્રામાં ખાંડ હોય છે, જે લોહીમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે.
ખજૂરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઊંચો હોવાથી લોહીમાં સુગરના સ્તરને ઝડપથી વધારી શકે છે, તેથી નિયંત્રણ જરૂરી છે.
ખજૂરમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે.
ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરને પ્રમાણસર ખાવા જોઈએ જેથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહે.
દરરોજ 1-2 ખજૂરનું સેવન કરવું યોગ્ય છે, જેથી પોષક તત્વો પણ મળે અને લોહી શુગરનું પ્રમાણ પણ જળવાઈ રહે.