શરીરરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પુરતી માત્રામાં પાણી પીવું આવશ્યક છે. શરીરમાં પાણીની ઓછી માત્રા ઘણી સ્વાસ્થ્ય સમસ્યા નોતરી શકે છે. આવો જાણીએ ઓછું પાણી પીવાથી તમને શું તકલીફ થઈ શકે છે
શરીરમા પાણીની ઓછી માત્રાથી પેટને ખોરાક પચાવવામા મુશ્કેલી પડી શકે છે. ખોરાકના સારા પાચન માટે પૂરતા પાણીની આવશ્યકતા છે
શરીરમા જ્યારે પાણીની કમી વર્તાય છે ત્યારે યુરીનલ ઈન્ફેક્શન થવાની સંભાવના રહે છે. ખરેખર પાણી મુત્રમાર્ગ ધ્વારા શરીરની ગંદકી બહાર કાઢી તેને સ્વસ્થ રાખે છે, તેમા જો પાણી ઓછું પીવામાં આવે તો ત્યા ઈન્ફેક્શન થઈ શકે છે
કીડની શરીરમાં રહેલી ગંદકી અને ઝેરી તત્વોને દુર કરી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, આ કાર્ય માટે તેને પૂરતા પ્રમણમા પાણીની જરૂર પડે છે. જો પાણી ઓછું પીવામાં આવે તો કીડનીમા તકલીફ ઊભી થઈ શકે છે
પાણી ત્વચાને હાઈડ્રેશન પૂરુ પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. પૂરતા પ્રમાણ પાણી પીવાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે અને ત્વચાને લગતી સમસ્યાથી પણ બચાવે છે
શરીરમા પાણીની કમીના લીધે ઓછી એનર્જી અનુભવાય છે અને દિવસ દરમિયાન નબળાઈ રહે છે
દિવસમાં વ્યક્તિએ 2-3 લિટર પાણી જરૂરથી પીવું જોઈએ. જો તમે લિટરમાં પાણી પીવાનો ટ્રેક ન રાખી શકતા હોવ તો, દિવસમાં 8 ગ્લાસ પાણી પીવો.