ચિયાના સીડ્સ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે, આમાં વિટામિન બી, પ્રોટીન, ફેટ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા અનેક પોષક તત્વો રહેલા છે. જો આનુ સેવન સવારે ખાલી પેટે કરવામાં આવે તો ઘણા લાભ મેળવી શકાય છે. આવો જાણીએ ડાયેટિશિયન નંદિની જી પાસેથી કે રોજ ખાલી પેટે ચિયા સીડ્સ ખાવાથી શું ફાયદા થાય છે?
ચિયાના બીજમાં 39% ફાઈબર હોય છે, અને આ ફાઈબરયુક્ત ખોરાક પેટના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે અને સાથે તે પેટની ચરબી દૂર કરવામાં પણ મદદ કરે છે.
ચિયાના બીજમાં ક્વેર્સેટિન રહેલું હોય છે, જે એક એન્ટીઑકિસડન્ટ છે જે હૃદય રોગ સહિત અનેક ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર ચિયા સીડ્સ પેટના આરોગ્ય માટે સારા માનવામાં આવે છે. જો તમે આનું દરરોજ ખાલી પેટે સેવન કરશો તો પેટને લગતી સમસ્યા દૂર રહેશે
ચિયાના સીડ્સમા રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
ચિયાના સીડ્સમા રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
કોલેસ્ટ્રોલ હૃદયનું સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવતું નથી, એવામા જો તમે ખાલી પેટે ચિયા સીડ્સનું સેવન કરો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે તેનાથી હાર્ટ રિસ્ક પણ ઓછું થાય છે.
ચિયા સીડ્સ ત્વચા માટે ફાયાદાકારક માનવામાં આવે છે, તેનું દરરોજ સેવન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થાના લક્ષણોથી બચી શકાય છે.
ચિયાના બીજમાં એન્ટી ઈન્ફલામેશન ગુણો જોવા મળે છે. જો તમે તેનું રોજ સેવન કરશો તો શરીરના કોઈપણ ભાગમાં સોજો ઓછો થઈ શકે છે.