શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે શરીરમાં પ્રોટીન ઘણુ જરૂરી છે. પ્રોટીન વિવિધ પ્રકારના ખોરાકમાંથી મેળવી શકાય છે, ખાસ કરીને નોન વેજમા પ્રોટીન સારી માત્રામાં મળી આવે છે. પરતું જો તમેે શાકાહારી હોવ તો તેની માટે પણ ઘણા ઓપશન છે જેનાથી તમે શરીરમાં પ્રોટીનની જરૂરીયાતને પૂરી કરી શકો છો. આવો જાણીએ આ 5 શાકાહારી ફૂડ્સ વિશે
બ્રોકોલીમાં લગભગ 4 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે,તેથી બ્રોકોલી ખાવી ફાયદાકારક માનવામાં આવે છે.
દાળમા ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. એક વાટકી અડદની દાળમાં 12 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. આ સિવાય કઠોળમાં સારા બેક્ટેરિયા પણ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય જાળવી રાખે છે
ડેરી પ્રોડક્ટ્સ જેવા કે ચીઝ અને દહીં વગેરેમાં સારી માત્રામાં પ્રોટીન રહેલુ હોય છે, આના સેવનથી શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ નથી થતી અને શરીર મજબૂત બને છે.
જેઓ નોન વેજનુ સેવન નથી કરતા તેમની માટે સોયાબીન પણ એક સારો વિકલ્પ છે. 100 ગ્રામ સોયાના ટુકડામાં 36 ગ્રામ પ્રોટીન મળે છે, જે શરીરમાં પ્રોટીનની માત્રા જાળવી રાખે છે
જેઓ નોન વેજનુ સેવન નથી કરતા તેમની માટે સોયાબીન પણ એક સારો વિકલ્પ છે. 100 ગ્રામ સોયાના ટુકડામાં 36 ગ્રામ પ્રોટીન મળે છે, જે શરીરમાં પ્રોટીનની માત્રા જાળવી રાખે છે
અડધો કપ મગફળીમાં લગભગ 20.5 ગ્રામ પ્રોટીન હોય છે, આ સિવાય મગફળીમાં આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો રહેલા હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે