આજના સમયમાં મોટાભાગની વસ્તુઓમા ભેળસેળ કરીને તેને વેચવામાં આવે છે અને આપણે તેને પારખી પણ નથી શકતા અને છેતરપીંડીનો શિકાર થઈએ છે. શુ તમે જાણો છો મીઠામાં પણ ભેળસેળ કરવામાં આવે છે, હા હવે મીઠું પણ નકલી કે ભેળસેળવાળું વેચાઈ રહ્યું છે અને જો તેનું સેવન કરવામાં આવે તો તેની આપણા સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થાય છે. આવી સ્થિતિમાં મનમાં પ્રશ્ન એ આવે છે કે અસલી અને નકલી કેવી રીતે ઓળખવી. આવો જાણીએ આ સ્ટોરીમાં
સૌપ્રથમ બટાકાને બે ભાગમાં કરો હવે તેની એક બાજુ પર મીઠું લગાવી તેને ઓછામાં ઓછા 3-4 મિનિટ માટે રહેવા દો.
હવે જે ટુકડા પર મીઠું લગાવ્યું છે તેની પર લીંબુના રસના 2 ટીપાં નાખો, અને થોડીવાર પછી ચેક કરો. જો મીઠાનો રંગ વાદળી થઈ જાય તો તેનો અર્થ એ છે કે મીઠામાં ભેળસેળ કરવામાં આવી છે અને જો તેનો રંગ ન બદલાય તો તે અસલી છે.
આમાં તમારે 1 ગ્લાસ પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું ઉમેરો. જો મીઠામાં ભેળસેળ કરવામાં આવી હશે તો તે થોડું સફેદ દેખાશે.
એક બાઉલમાં થોડું પાણી લો અને તેમાં 1 કે 2 ચમચી મીઠું ઉમેરો. હવે કોટન બોલનો ટુકડો લો અને તેને મીઠાના પાણીમાં ના