બાળકોના ટિફિન બોક્સ માટે આ 6 વાનગીઓ રહેેશે હેલ્ધી અને ટેસ્ટી


By Smith Taral09, May 2024 04:36 PMgujaratijagran.com

માતા-પિતા બાળકોને દરરોજ લંચમાં શું આપવું એને લઈને મુઝવણમાં રહેતા હોય છે, બાળકના સર્વાંગી વિકાસ માટે તેને હેલ્ધી ખોરાક આપવો પણ જરૂરી છે. જો તમને પણ આ સમસ્યા હોય તો, આવો જાણીએ આ 6 વાનગીઓ વિશે, જે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે. તમે દરરોજ સવારે આને ઝડપથી બનાવી શકો છો.

સોમવાર

સોમવારે તમે તમારા બાળકોને ટિફિન બોક્સમાં પોહા અથવા ઇડલી આપી શકો છો. આ ખાવામાં હેલ્ધી છે અને પેટ માટે સુરક્ષીત છે

મંગળવાર

મંગળવાર બાળકોને તમે ટેસ્ટી ચીલા અથવા ઉપમા બનાવીને આપી શકો છો. આ પણ સ્વાદમાં ટેસ્ટી હોય છે અને શરીર માટે પણ સ્વસ્થ છે.

બુધવાર

ઓટ્સ અથવા પાસ્તા પણ લંચ બોક્સમાં આપવા માટેનો પરફેક્ટ ઓપ્શન છે, આમાં જરૂરી તમામ પોષક તત્વો રહેલા હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે

ગુરુવાર

આ દિવસે, તમે બાળકોને ટિફિન બોક્સમાં બટેકાના પરાઠા અથવા પનીર પરાઠા આપી શકો છો. આ સાથે તમે લંચ બોક્સમાં દહીં કે છાશ પણ રાખી શકો છો.

ગુરુવાર

આ દિવસે, તમે બાળકોને ટિફિન બોક્સમાં બટેકાના પરાઠા અથવા પનીર પરાઠા આપી શકો છો. આ સાથે તમે લંચ બોક્સમાં દહીં કે છાશ પણ રાખી શકો છો.

શુક્રવાર

કટલેટ બાળકોને ખૂબ ભાવે છે, સવારે પાલક અથવા ચણાના કટલેટ સરળતાથી બનાવી શકાય છે

શનિવાર

અઠવાડિયાના છેલ્લા દિવસે શાળામાં બાળકોને રાજમા ચોખા અથવા ચણા અને ભાત આપી શકાય.

સ્કીનને હાઇડ્રેટ રાખવા ફોલો કરો આ 5 સરળ ટિપ્સ