ચીયા સીડ્સના રોજ સેવન કરવાથી મળશે આ અદભુત ફાયદાઓ


By Smith Taral11, Feb 2024 11:19 AMgujaratijagran.com

ચીયા સીડ્સ ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે, ઘણા લોકો આનું સેવન વજન ઘટાડવા માટે કરતા હોય છે પણ શું આ કરવું હિતાવહ છે, આજે આ સ્ટોરીમાં આપણે એ વિશે જ જાણીશું.

ચીયા સીડ્સના ગુણો

આમા ઓમેગા 3, કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન અને એન્ટી-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, આવામાં ચીયા સીડ્સ ખાવાથી શરીરને ઘણા લાભ મળી શકે છે.

ચીયા સીડ્સ રોજ ખાવા જોઈએ કે નહી

તમે દરરોજ ચીયા સીડ્સનું સેવન કરી શકો છો, ખાસકરીને દિવસની શરુઆતમાં ખાવાથી તેના ફાયદા મળી શકે છે. આને પાણીમાં પળાલીને ખાવા ફાયદાકારક રહે છે.

વજન ઓછું કરો

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ ચીયા સીડ્સનું સેવન કરી શકો છો, આનાથી વેઈટ લોસ કરવામાં મદદ મળે છે.

You may also like

અજમાના બીજનું સેવન કરો આ 5 રીતે, ગેસની સમસ્યાથી છુટકારો મેળવવો

કોળુંના બીજ કયા રોગ મટાડવામાં ઉપયોગી છે?

હ્રદય રાખે સ્વસ્થ

જો તમે રોજ ચીયા સીડ્સનું સેવન સારી માત્રામાં કરો છો તો આનાથી તમને હ્રદય સંબધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

હાડકાઓ બનાવશે મજબૂત

ચીયા સીડ્સને આખી રાત પાણીમાં પળાલી રાખો, અને સવારે તેનું પાણી પીવો, આમ કરવાથી હાડકાઓ મજબૂત થાય છે.

સિમીત માત્રામાં ખાવો

ચીયા સીડ્સ ખાવા સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે પરંતુ આનું સેવન વધારે માત્રામાં ના કરવું જોઈએ, આમાં રહેલા હાઈ ફાઈબર શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સવારે મોઢું ધોયા વગર 2 લવિંગ ખાવાના આ 7 ફાયદા