ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મેંગેનીઝ જેવા ગુણોથી ભરપૂર લવિંગનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. યોગ્ય સમયે તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે,આવો તેના ફાયદા જાણીએ.
લીવર એક એવું અંગ છે જે શરીરમાંથી કચરાને દૂર કરવાનું કામ કરે છે. સવારે ખાલી પેટે 2 લવિંગ ખાવાથી લીવર સ્વસ્થ રહે છે.
લવિંગમાં વિટામિન સી ઉચ્ચ માત્રામાં જોવા મળે છે અને તે એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોવાથી ખાલી પેટ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
લવિંગમાં એનાલજેસિક ગુણ હોય છે, જે દાંતના દુખાવામાં તરત રાહત આપે છે.
સવારે 2 લવિંગ ખાવાથી પણ માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.
લવિંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે,તેથી જો સવારે ખાલી પેટ ચાવવામાં આવે તો તે મોંમાં રહેલા કીટાણુઓને સંપૂર્ણ પણે નાશ કરે છે જેથી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.
લવિંગમાં મેંગેનીઝ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી આવે છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે.
સવારે 2 લવિંગ ખાવાથી પાચનક્રિયા પણ સુધારે છે. તેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
સવારે 2 લવિંગ ખાવાથી પણ તમે આ ફાયદા મેળવી શકો છો,આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.