ચામાં મીઠું નાખીને પીશો તો શું થશે? જાણો નિષ્ણાતો પાસેથી


By Vanraj Dabhi07, Mar 2025 07:19 PMgujaratijagran.com

ચા બધા લોકોને પસંદ

વિશ્વમાં સૌથી પ્રખ્યાત પીણાંમાંનું એક ચા છે. મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચાથી કરે છે.

મીઠું ઉમેરવું

તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા લોકો દૂધ વાળી ચામાં મીઠું નાખીને પણ પીવે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ.

નિષ્ણાત અભિપ્રાય

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલન જણાવ્યા અનુસાર, ચામાં એક ચપટી મીઠું નાખીને પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પાચન માટે ફાયદાકારક

મીઠામાં રહેલું સોડિયમ શરીરના પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. તે ચામાંથી ગેસ બનતા અટકાવે છે.

તણાવ કંટ્રોલ

મીઠામાં રહેલા ખનીજ તણાવ અને ચિંતા ઘટાડે છે. તે શરીરને શાંત કરવામાં અને માનસિક થાક દૂર કરે છે.

શરદી અને ખાંસી

શરદી અને ખાંસીમાં મીઠું નાખીને ચા પીવાથી ગળામાં દુખાવો અને બંધ નાકમાં રાહત મળે છે. મીઠું ગળાના ચેપને ઘટાડવામાં મદદ કરે છે.

કેવી રીતે નાખવું

એક કપ ચા માટે લગભગ 1/8 ચમચી મીઠું ઉમેરી શકો છો. વધુ પડતું મીઠું નાખવાથી ચાનો સ્વાદ બગડી શકે છે.

દહીંમાં ભેળવીને ખાવ આ વસ્તુઓ, તરત વધી જશે વિટામિન B12