મોડી રાત સુધી મોબાઈલ વાપરો છો, જાણી લો તેના ગેરફાયદા વિશે


By Smith Taral17, Apr 2024 01:33 PMgujaratijagran.com

મોબાઇલ ફોન

બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને મોબાઈલ ફોનનું જાણે વ્યસન થઈ ગયું છે. ઘણા લોકો 2 મિનીટ પણ મોબાઈલ વગર નથી રહી શકતા, આવામાં સ્વાસ્થ્ય પણ તેની હાનિકારક અસર જોવા મળી રહી છે. આ સ્ટોરીમાં આપણે મોડી રાત સુધી ફોન વાપરવાના ઘેરફાયદા વિશે જાણીશું

માનસિક બીમારી

ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, અને તમને માનસિક બીમારીનો શિકાર બનાવી શકે છે. માટે મોડી રાત્રે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ

આંખોને નુકસાન

દિવસ દરમિયાન કમપ્યુટર પર કામ કર્યા પછી અથવા અભ્યાસ કર્યા પછી, જો તમે રાત્રે અંધારામાં તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરો છો તો આંખો પર તણાવ વધે છે, અને તમને ઘણું નુકસાન કરે છે.

ઊંઘમાં ખલેલ

રાત્રે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ તમારી સ્લીપ સાયકલને ખોરવી દે છે, અને તમને પૂરતી ઊંઘ નથી લઈ શકતા અને તમારું સ્વાસ્થ્ય પણ બગાડે છે.

માથાનો દુખાવો

રાત્રે અંધારામાં લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવાની સમસ્યા ઊભી થઈ શકે છે

મગજની કાર્યક્ષમતામાં ઘટાડો

મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ તમારા મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે, અને તેનું કાર્ય ધીમુ કરી દે છે.

આ લોકોએ ભૂલથી પણ કેરી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન