પોષકતત્વોથી ભરપૂર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત લાભદાયક છે. આમા વિટામિન સી વિટોમીન એ, વિટામિન બી આર્યન, કેલ્શિયમ જેવા શરીરને ઉપયોગી પોષકત્વો રહેલા છે. જો રોજ એક આમળું ખાવામાં આવે તો તમને આ સ્વાસ્થ્ય લાભો મળે છે. આવો જાણીએ વધુમાં
આમળામાં ફાઈબરનો સારો સ્રોત છે, આના નિયમિત સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે
આમાં વિટામિન સી રહેલું છે, આને રોજ ખાલી પેટે ખાવાથી ઘણા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે
આમળા શરીરમાં ઈન્સ્યુલીન રીલીઝ કરવામાં મદદ કરે છે, જે ભોજન પછી સુગરના સ્પાઈકમાં અવરોધ ઉભો કરી ડાયાબિટીઝમાં રાહત આપે છે
એક મહિના સુધી રોજ આમળું ખાવાથી મેટાબોલીઝમ સુધરે છે. આમાં રહેલા ફાઈબરથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જે વજન ઘટાડવામાં ઉપયોગી છે
રોજ એક મહીના સુધી ખાલી પેટ આમળા ખાવાથી યુરીન ઈન્ફેક્શન જેવી સમસ્યાથી બચી શકાય છે. આમળા કીડની ડીટોક્સ કરી યુરીનલ ઈન્ફેક્શનનું જોખમ ઘટાડે છે
આમળામાં આર્યનનું પ્રમાણ સારુ હોવાથી તે શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરવામાં મદદ કરે છે
આમળા કોલજન વધારવામાં મદદ કરે છે જે ત્વચાને ઘણા વર્ષો સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. આમા રહેલું વિટામિન સી ચહેરાના ડાઘ ધબ્બા દૂર કરે છે