વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે, પરંતુ તેના અન્ય ઘણા સ્વાસથ્ય લાભો છે જેનાથી ઘણા અજાણ છે. આવો જાણીએ આ સ્ટોરીમાં વિટામિન સીનું નિયમિત સેવન કરવાથી કયા સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે
નિયમિત રીતે વિટામિન સીનુ સેવન કરવાથી ત્વચાની ઈલાસ્ટીસીટી સારી થાય છે અને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે
વિટામિન સી ઓક્સીડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે અને મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે
વિટામીન સીનુ આર્યનયુક્ત ખોરાક સાથે ખાવાથી તે આર્યનનું લોહીમા શોષણ કરવામાં મદદ કરે છે
વિટામિન સી એન્ટીઓક્સીડન્ટ ગુણો પણ ધરાવે છે, આના સેવન શરીરનો સોજો ઓછો થાય છે. આ સિવાય તે હ્દયના રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે
વિટામિન સી આંખોના સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે, આ આંખોને ઓક્સીડેટીવ ડેમેજથી બચાવી આંખોનું રક્ષણ કરે છે
વિટામિન સી કોલેજન સીન્થેસીસને પ્રોત્સાહન આપી રક્તવાહિનીઓ દિવાલને મજબૂત કરવામાં મદદ કરે છે.