આપણે ચહેરાને સાફ કરવા માટે ઘણા પ્રકારના ફેસવોશનો ઉપયોગ કરીએ છે. આમાં ઘણા ફેસવોશમાં હાનિકારક કેમીકલ પણ રહેલા હોય છે જે તમારા સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે ઘરે જ ત્વચા માટે હેલ્ધી એવું ફેસવોશ બનાવી શકો તો? લીમડાના ઉપયોગથી તમે ઘરેજ ફેસવોશ તૈયાર કરી શકો છો, આવો જાણીએ તેને બનાવાની રીત વિશે
આ ફેસવોશ બનાવવા તમારે જોઈશે 2 ચમચી લીમડાનો પાવડર, 2 ચમચી દહીં અને 1 ચમચી મધ
લીમડા ત્વચાા માટે ખૂબ ફાયદાકારક ઔષધી માનવામાં આવે છે આમા હાજર એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફલામેટરી ગુણો ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે.
લીમડામાં રહેલું ફેટી એસિડ્સ અને વિટામિન ઇ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.
લીમડોમાં રહેલા ડીટોક્સીફાઈંગ ગુણો ત્વચાને ઘણા બધા ઈન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. અને દહીં ત્વચાને એક્સફોલિયેટ કરી ત્વચાના છીદ્રો ખોલવામાં મદદ કરે છે
મધ ત્વચાને મોઈશ્ચચર પ્રદાન કરે છે અને તેને નરમ બનાવે છે.
ફેસવોશ બનાવવા એક વાસણમાં લીમડાનો પાવડર, દહીં અને મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર 10-15 મિનીટ સુધી રહેવા દો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.