આ શાકભાજીને ખાવાથી મળે છે અઢળક પ્રોટીન


By Smith Taral04, Aug 2024 11:16 AMgujaratijagran.com

ઘણા લોકો માને છે નોન વેજ ખાવાથી જ વધું પ્રોટીન મળે છે જોકે તે વાતમા તથ્ય નથી. શાકાહારમાં પણ કેટલાક એવા ખોરાક છે જે સારા પ્રમાણમા તમને પ્રોટીન પ્રદાન કરે છે. આવો જાણીએ વધુમાં

લીલા વટાણા

લીલા વટાણામા ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે, આના સેવનથી તમે પ્રોટીનની પૂર્તી કરી શકો છો. ઘણાને લીલા વટાણાનું શાક ખાવાથી ગેસની સમસ્યા થતી હોય છે આ માટે તેમા હીંગ ઉમેરો

પાલક

પાલકમા આર્યન સહિત પ્રોટીન પણ સારી માત્રામાં રહેલું હોય છે, આનુ તમે શાક અને પરાઠા બનાવીને ખાઈ શકો છો

બટાકા

બટાકા લગભગ બધી શાકભાજીમાં નાખવામાં આવે છે, આમાં સ્ટાર્ચ તો સારી માત્રામાં હોય છે સાથે પ્રોટીન પણ પૂરતી માત્રામાં મળી આવે છે

દુધી

દુધી ઘણાને નથી ભાવતી પરંતુ તે પ્રોટીન અને પ્રોષકતત્વોથી ભરપૂર હોય છે. જો તમને આનું શાક ન ભાવતું હોય તો તેના પરાઠા બનાવીને ખાઈ શકો છો

મશરુમ

મશરુમમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે, આ એક હેલ્ધી વેજીટેબલ્સ છે જે ગુણોથી ભરપૂર હોય છે. આનું શાક બનાવીને તમે ખાઈ શકો છો

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ

બ્રસેલ્સ સ્પ્રોઉટ્સ નાના કોબીજ જેવા લાગે છે, આમા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. આમાં તમે મસાલો અથવા મીઠામાં ફ્રાય કરીને ખાઈ શકો છો

બ્રોકોલી

જો તમે વેજીટેરીયન છો તો તમે બ્રોકાલીનું સેવન કરી પ્રોટીન લઈ શકો છો. જીમ કરતા વ્યક્તિઓને બ્રોકોલીને હલકું ફ્રાય કરીને અથવા સૂપ બનાવીને ખાઈ શકો છો

ચોમાસામાં આ સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો, નહીં તો બીમારી ઘર કરી જશે