ગોળ અને જીરું, બંને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આ બંનેને સાથે સેવન કરો છો તો તેના ઘણા આરોગ્ય લાભો મેળવી શકાય છે. આવો જાણીએ વધુમાં
ગોળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, અને ઝિંક જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળે છે, જે શરીરને પોષણ આપે છે.
જીરામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, અને વિટામિન A, C, અને E જેવા તત્વો હોય છે, જે શરીરને મજબૂત રાખે છે.
જીરું અને ગોળનું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ પિણું શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરીને તમારું સ્વાસ્થ્ય મજબૂત રાખે છે.
જો તમને પીઠના દુખાવાની સમસ્યા હોય, તો ગોળ અને જીરુંનું પાણી પીવાથી તમને રાહત મળી શકે છે. આ પ્રાચીન ઉપાય પીઠના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ છે.
ઘણીવાર કામના ભારણ અન તણાવના કારણે માથાનો દુખાવો થઈ શકે છે આવામાં તમે જીરા અને ગોળનું પાણી પીશો તો દુખામાં રાહત મળે છે. આ સિવાય તે શરદીમાં પણ ઉપયોગી છે