ડાયાબિટીસ ધરાવતાં લોકો માટે ભોજનમાં શું ખાવું તેને લઈને મુઝવણમાં રહેતા હોય છે. શુગર લેવલ કંટ્રોલમાં રાખવાના પ્રયાસમાં, તેઓ વારંવાર મનપસંદ નાસ્તા ખાવાનું ટાળે છે. પરંતુ, તંદુરસ્ત અને સ્વાદિષ્ટ નાસ્તા પસંદ કરીને તમે આ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો
ડાયાબિટીસના દર્દીઓ માટે શેકેલા ચણા એક શ્રેષ્ઠ નાસ્તો છે. તેમાં પ્રોટીન અને ફાઈબરની સારી માત્રા હોય છે, જે શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.
તમારી ભૂખને સંતોષવા માટે બદામ એક ઉત્તમ વિકલ્પ છે. તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે, જે લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે બાફેલા ઈંડા એક પોષણયુક્ત નાસ્તો છે. ઈંડા તમારા બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને ઊર્જા પણ પૂરું પાડે છે.
ચિયા સીડ્સ પુડિંગનો જેવા સ્વાદિષ્ટ વિકલ્પ તમારા નાસ્તામાં ઉમેરો. ચિયા સીડ્સમાં રહેલા પ્રોટીન, ફાઈબર, અને ઓમેગા-3 ફેટી એસિડ તમારી તંદુરસ્તી માટે ફાયદાકારક છે.
એવોકાડો, ફાઈબર અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે, જે બ્લડ શુગરને કાબૂમાં રાખે છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટરની સલાહ લીધા વિના આ બધા નાસ્તાઓમાં ન ખાવા જોઈએ.