ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi02, Jan 2025 03:17 PMgujaratijagran.com

વરિયાળીનું સેવન

વરિયાળી ખાવી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, પરંતુ આજે અમે તમે વરિયાળીનું પાણી પીવાના ફાયદાઓ વિશે જણાવીશું.

પાચન તંત્રને મજબૂત બનાવે

વરિયાળીના બીજમાં રહેલા ઉત્સેચકો પાચનને સુધારવાનું કામ કરે છે. તેનાથી અપચો, એસિડિટી, ગેસ વગેરેમાં રાહત મળે છે.

વજન ઘટાડે

વરિયાળીને પાણીમાં ઉકાળીને પીવાથી મેટોબોલિઝની ક્રિયા ઝડપી બને છે અને શરીરમાં વધારાની ચરબી ઓગળમાં મદદ કરે છે.

શ્વાસની દુર્ગંધ દૂર કરે

વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

હોર્મોન્સનું સંતુલન

વરિયાળીનું પાણી પીવાથી હોર્મોનલ ફેરફારો ઓછા થાય છે અને તે સંતુલિત પણ રહે છે. તેનાથી પીરિયડ્સ દરમિયાન પરેશાનીની સમસ્યા ઓછી થાય છે.

શરીરને ડિટોક્સ કરે છે

વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને લોહી શુદ્ધ થાય છે. જેના કારણે ત્વચા પર પિમ્પલ્સની સમસ્યા રહેતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

વરિયાળીમાં વિટામિન સી ઉપરાંત અન્ય ઘણા તત્વો હોય છે. તેને ઉકાળીને તેનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વાયરલ રોગોનો ખતરો ઓછો થાય છે.

કેવી રીતે બનાવવું

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી નાખીને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને ઉકાળીને ગ્લાસમાં ગાળીને ચાની જેમ પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Date Water Benefits: સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે ખજૂરનું પાણી, આ રીતે બનાવીને પીશો તો થશે જાદુઈ ફાયદા