સામાન્ય રીતે લોકો ખજૂરનું સેવન તો કરતા જ હોય છે, પરંતુ ખૂબ ઓછા લોકો ખજૂરનું પાણી પીવે છે. તો ચાલો જાણીએ ખજૂરનું પાણી બનાવવાની રીત અને તેને પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે...
ખજૂરનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં 5 ખજૂર નાંખીને તેને આખી રાત પલાળીને રાખો. જે બાદ સવારે ખાલી પેટ આ પાણીને ગાળીને પી જાવ.
12 કલાકથી વધુ સમય સુધી ખજૂર પલાળવાથી બચો, કારણ કે ખજૂરને આથો આવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જે પાણી આલ્કોહોલમાં પરિવર્તિત થઈ શકે છે.
દરરોજ ખાલી પેટ ખજૂરનું પાણી પીવાથી પેટમાં થતા ગેસમાં રાહત મળે છે. આ સાથે જ પાચન સબંધિત સમસ્યા દૂર થાય છે.
શરીરમાં જામેલી ગંદકીને સાફ કરવા માટે ખજૂરનું પાણી ફાયદેમંદ હોય છે. શરીરને અંદરથી સાફ કરવા માટે આ ડ્રિન્ક ખૂબ જ લાભદાયી નીવડે છે.
ખજૂરનું પાણી પીવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે, કારણ કે આ ડ્રિન્કમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ સારા એવા પ્રમાણમાં મળી આવે છે.
જો તમને હ્રદય સબંધિત સમસ્યા હોય અને તમે હાર્ટને હેલ્ધી રાખવા માંગતા હોવ તો તમારે ડાયટમાં ખજૂરનું પાણી સામેલ કરવું જ જોઈએ. હાર્ટ માટે ખજૂરનું પાણી ફાયદેમંદ રહે છે.