વિટામિન-B12 એક એવું પોષક તત્વ છે, જે શરીરને બ્લડ અને નર્વ સેલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વિટામિન-B12 મેગાલોબ્લાસ્ટિક અનીમિયાને રોકવામાં મદદ કરે છે. જે એક એવો વિકાર છે, જેના કારણે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવે છે.
વિટામિન-B12ની કમી થવા પર શરીર આપણે કેટલાક એવા સંકેત આપે છે, જે સમયસર ઓળીખીને તેની સારવાર કરાવવી જોઈએ. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ
વિટામિન-B12ની કમી સાથે સંકળાયેલી નર્વ ડેમેજ દરમિયાન હાથ અને પગમાં ઝણઝણાટી શરૂ થઈ જાય છે, જે એનો મુખ્ય સંકેત છે.
જો શરીરમાં વિટામિન-B12ની કમી થઈ જાય, તો નર્વ ડેમેજ પણ થઈ શકે છે. જેના પરિણામે ડેમેન્શિયા પણ થઈ શકે છે.
વિટામિન-B12ની કમીના કારણે થાક લાગવો સામાન્ય લક્ષણ છે. આ વિટામિન લોહી બનાવવામાં મદદ કરે છે. જેની કમીના કારણે લોહી બનવાનું ઓછું થઈ જાય છે.
વિટામિન-B12ની કમીથી રેડ બ્લડ સેલ્સ બનવાનું અટકી જાય છે. જેનાથી એનીમિયા થઈ જાય છે અને સ્કિનો રંગ ફિક્કો પડવા લાગે છે.
વિટામિન-B12ની કમીના કારણે જીભમાં સોજા પણ આવી શકે છે. આ કંડીશનને ગ્લોસાઈટિસ કહેવામાં આવે છે.