એક મહિના સુધી મીઠું ન ખાવાથી શું થાય, જાણો


By Kajal Chauhan01, Mar 2025 05:15 PMgujaratijagran.com

મીઠું કેમ જરુરી

મીઠું શરીર માટે જરૂરી પોષક તત્વોનો સ્ત્રોત છે. મીઠા વગર આપણા આહારની કલ્પના કરવી મુશ્કેલ છે. તેના વિના ખોરાક બેસ્વાદ લાગે છે.

એક મહિના સુધી મીઠું ન ખાવ તો શું થાય

જો તમે એક મહિના સુધી સતત મીઠાનું સેવન ન કરો તો શરીરમાં કયા ફેરફારો જોવા મળશે ? જાણો

પેટમાં દુખાવો

જો તમે એક મહિના સુધી મીઠું ન ખાઓ તો તમને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સ્નાયુઓમાં દુખાવો

મીઠાની ઉણપથી આપણા શરીરના સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જેઓ સખત મહેનત કરે છે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બ્લડ પ્રેશર ઘટી શકે

એક મહિના સુધી મીઠું ન ખાવાથી તમારું બ્લડ પ્રેશર ઘટી શકે છે. વધુમાં તમને ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નર્વસ સિસ્ટમ માટે જરુરી

મીઠામાં રહેલું સોડિયમ સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેની ઉણપને કારણે શરીર હંમેશા થાકેલું અનુભવે છે.

ડિહાઇડ્રેશન

જો તમે એક મહિના માટે મીઠું ખાવાનું છોડી દો છો તો તમને ડિહાઇડ્રેશનનું જોખમ હોઈ શકે છે. કારણ કે મીઠામાં રહેલું સોડિયમ તમારા શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી.

જો આંતરડામાં મળ ચોંટી જાય તો શું થાય છે? જાણો નિષ્ણાત અભિપ્રાય