મખાના નાશ્તામાં લઈ શકાય તેવો એક પૌષ્ટીક ખોરાક છે, આમાં એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, થાઈમીન અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે. જો મખાનાને ઘીમાં સાતળીને ખાવામાં આવે તો તેના વધું સ્વાસ્થ્ય લાભો લઈ શકાય છે
દેશી ઘીમાં બ્યુટીરિક એસિડ રહેલું હોય છે, જે પાચન માટે ઘણું સારુ માનવામાં આવે છે. આના સેવનથી તમે શરીરની ગંદકી દૂર કરી શકો છો. આ સિવાય તે પાચન શક્તિ વધારવામાં પણ મદદ કરે છે
હાડકાના સારા સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ જરૂરી પોષકતત્વ છે. મખાના અને ઘી બંને કેલ્શિયમના ગુણોથી ભરપૂર છે, માટે આનું સેવન કરવાથી શરીરના હાડકાં મજબૂત થાય છે.
મેગ્નેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર મખાનાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખી શકાય છે જે હૃદયનું સ્વાસ્થ્યને જાળવી રાખે છે
મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પોષકતત્વો શરીરની ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે, અને ચહેરા પર ગ્લો આવે છે
મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પોષકતત્વો શરીરની ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે, અને ચહેરા પર ગ્લો આવે છે
દેશી ઘીમાં શેકેલા મખાના ખાવાથી કિડની માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી કિડનીની તંદુરસ્તી સુધરે છે.
મખાનામાં કેલરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેથી વજન ઘટાડવા માટે તે ઉત્તમ ખોરાક છે. જો તમે વજન ઘટાડવાનું ડાયેટ કરી રહ્યા હોવ તો આ મખાનાને જરુરથી એડ કરો