ઉનાળામાં શરીરને ઠંડુ રાખવું આપણે ઠંડાપીણા પીતા હોઈએ જેમ કે કોલ્ડ્રીન્ક, સોડા, પેકેટ જ્યુસ, પરંતુ આ ડ્રીન્ક શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સ્ટોરીમાં આપણે એક હેલ્ધી ડ્રીન્કની રેસિપી જોઈશું જે તમને દિવસ દરમિયાન એનર્જી પણ આપશે અને શરીરને ઠંડક પણ.
બદામ-20-25, દૂધ-1 ગ્લાસ, ખાંડ પાવડર - 1-2 ચમચી, એલચી પાવડર – એક ચપટી કસ્ટર્ડ પાવડર- 1 ચમચી, કેસર - 1-2 થ્રેડો
આ શેક બનાવવા માટે, સૌપ્રથમ 20-25 બદામને 1 કપ દૂધમાં લગભગ 1-2 કલાક પલાળી રાખો
હવે એક વાસણમાં દૂધ કાઢીને તેને મીડીયમ ગેસ પર ગરમ કરી લો, તેને ચમચાથી ધીમે ધીમે હલાવતા રહો.
હેવે તેમાં એલચી પાવડર, ખાંડ પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉમેરી મિક્સ કરો.
હેવે તેમાં એલચી પાવડર, ખાંડ પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉમેરી મિક્સ કરો.
હવે પલાળેલી બદામને દૂધમાં મિક્સ કરીને મિક્સરરમા નાખીને તેની પાતળી પેસ્ટ બનાવી લો.
હવે આ પેસ્ટને ઉકળતા દૂધમાં ઉમેરી તેને સારી રીતે મિક્સ કરો અને ચમચા વડે 3-4 મિનિટ સુધી હલાવતા રહો.
હવે તેમા કેસરનો દોરો નાખીને તેને થોડી વાર ઉકાળો, આનાથી તેમાં સુદર રંગ આવશે. તમારો બદામ શેક તૈયાર છે. હવે તેને ગ્લાસમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખો.