મોટાભાગના લોકો ચાની સાથે બિસ્કિટ ખાતા હોય છે, પરંતુ આમ ના કરવું જોઈએ. ચા અને બિસ્કિટ બન્નેમાં સુગર હોય છે. જેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. આથી સવારે ચાની સાથે બિસ્કિટ ખાવાનું ટાળવું જોઈએ.
શું તમે પણ સવારે ચાની સાથે પરાઠા ખાવ છો? તો આજે જ તમારી આ આદત બદલી દો, કારણ કે ચા સાથે પરાઠા ખાવાથી ડાઈઝેશનમાં તકલીફ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.
ચાની સાથે પકોડાનો સ્વાદ લાજવાબ હોય છે. આથી મોટાભાગે લોકો ચાની સાથે પકોડા ખાવાનું પસંદ કરે છે. ચા સાથે પકોડાનું કોમ્બિનેશન પેટ માટે હાનિકારક હોઈ શકે છે. કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આથી સવારે ચાની સાથે ફ્રાઈટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
સવારની ચા સાથે મસાલેદાર ફૂડ્સ ના ખાવું જોઈએ, કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. મસાલેદાર ખોરાક પેટમાં ગરબડ ઉભી કરી શકે છે. લીલા મરચા અને લસણથી બનેલી વાનગી ખાવાનું બની શકે, તો ટાળો.
દહીથી બનેલી કોઈ પણ વાનગીનું સેવન સવારે ચા સાથે ના કરવું જોઈએ, કારણ કે તેનાથી ઉલટીની સમસ્યા થઈ શકે છે.