આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી બેલી ફેટ ઝડપથી બર્ન થશે


By Sanket M Parekh19, Nov 2023 04:21 PMgujaratijagran.com

બેલી ફેટ

બેલી ફેટ વધારે હોવાના કારણે હંમેશા આપણે આપણા લુકને લઈને ચિંતિત રહીએ છીએ. જેના પગલે અનેક બીમારીઓ થઈ શકે છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે બેલી ફેટ ઓછું કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

બ્રોકલી

બ્રોકલીમાં ખૂબ જ ફાઈબર મળી આવે છે. જે તમારા પેટને ભરેલુ રાખે છે અને વારંવાર ભૂખ ના લાગવાના પગલે બેલી ફેટ નથી વધતુ.

કેલરી

આ ઉપરાંત બ્રોકલીમાં કેલરી ઓછી હોય છે અને પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે તે બેલી ફેટ ઓછું કરવામાં લાભદાયક છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે. જે મેટાબોલિઝમને તેજ કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી બોડીના ફેટને ઓછું કરવામાં મદદ મળે છે.

બેરીઝ

બેરીઝમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈબર મળી આવે છે. ફાઈબર જલ્દી ભૂખ નથી લાગવા દેતુ. જેના કારણે આપણે ઓવર ઈટીંગથી બચીએ છીએ અને ફેટ નથી વધતું.

લીલા શાકભાજી

લીલા શાકભાજીમાં આયરન, ફાઈબર, મેગ્નેશિયમ અને એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે. જે આપણા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે અને પાચન પણ સુધારે છે.

રોજ પીઓ મેથીનુ પાણી, દૂર થશે પેટની ચરબી