શરીરનાં વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય બનતી જઈ રહી છે. ખરાબ જીવનશૈલી અને ખાવા પીવાની ખરાબ આદતોના કારણે અત્યારે દરેક ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે.
વજન ઓછુ કરવા માટે લોકો અવનવા ઉપાય કરતા હોય છે. એવામા તમે આ ઉપાય અમલમા મૂકીને વજનને ઘટાડી શકો છો.
રસોડામાં રહેલી મેથી આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર રહી શકે છે. મેથીમા ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવા માટે મદદ કરે છે.
વજન ઘટાડવા માટે તમે ખાલી પેટે મેથીનુ પાણી પીઓ. તેનાથી ઝડપથી વજન ઘટે છે. રાતે મેથીને પાણીને પલાળીને રાખો અને સવારે તે પાણીને ખાલી પેટે પીઓ.
મેથીના પાણીનુ સેવન કરવાથી શરીરમાં મેટાબોલિજમ તેજ બને છે, જેનાથી ઝડપથી વજન ઘટે છે.
ફેટને ઓછુ કરવા માટે તમે મેથીની ચા નુ સેવન કરી શકો છો. સવારે મેથીની ચા પીવાથી શરીરમાથી ટોક્સિંસ બહાર થાય છે અને ફેટ ઓછુ થાય છે.
મેથીની ચા બનાવવા માટે એક બાઉલમાં પાણીમાં ગરમ પાણી લો. તેમા મેથીના દાણા,ખાંડ તથા આદુ નાખીને તેની ચા બનાવો ત્યારબાદ તેનુ સેવન કરો.