લોખંડની કડાઈમાં શા માટે ભોજન બનાવવું જોઈએ નહીં તે જાણો


By Nileshkumar Zinzuwadiya28, Sep 2024 04:34 PMgujaratijagran.com

ખાટી ચીજવસ્તુઓ

સાંભર, કઢી, રસમ, લીંબુ રસ વગેરે ખાટી ચીજવસ્તુઓ લોખંડની કડાઈમાં નાંખીને બનાવવી જોઈએ નહીં. તેનાથી એસિડિક રિએક્શન આવે છે.

ટામેટા

જો શાકભાજી બનાવી રહ્યા છો તો ટામેટાવાળા શાકભાજી લોખંડની કડાઈમાં તૈયાર કરવી જોઈએ નહીં, કારણ કે ટામેટાનું ખાટાપણું લોખંડ સાથે પ્રતિક્રિયા કરે છે.તેને લીધે ગેસ, કબજીયાત જેવી સમસ્યા સર્જાઈ શકે છે.

રીંગણ

રીંગણનું શાક લોખંડની કડાઈમાં ભૂલથી પણ તૈયાર ન કરો. કારણ કે રીંગણની પ્રકૃતિ એસિડિક હોય છે. જે લોખંડ સાથે રિએક્શન કરી સ્વાદને બદલી નાંખે છે. પાચન સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે.

પાલક

લોખંડની કડાઈમાં પાલક તૈયાર ન કરો. પાલકમાં ઓક્સાલિક એસિડ હોય છે, જે લોખંડની કડાઈ સાથે રિએક્શન કરી રંગ તથા સ્વાદને બગાડી શકે છે.

દહીં

હદીથી તૈયાર થતા ભોજનને પણ લોખંડની કડાઈમાં તૈયાર ન કરશો. આમ કરવાથી ફૂડ્સમાં એસિડિક રિએક્શન થાય છે અને સ્વાદ સાથે સ્વાસ્થ પણ બગાડી શકે છે.

Diabetes Management: ડાયાબિટીશ 100 ટકા મટી શકે છે, સુગર કંટ્રોલ કરવા માટે દિનચર્યામાં કરો આ ફેરફાર