ડાયાબિટીશથી ગભરાશો નહીં, સુગર કંટ્રોલ કરવા દિનચર્યા કરો આ ફેરફાર


By Sanket M Parekh28, Sep 2024 03:32 PMgujaratijagran.com

ડાયાબિટીશના દર્દી માટે દિનચર્યા

ડાયાબિટીશ કંટ્રોલ કરવા માટે દર્દીએ યોગ્ય દિનચર્યા અપનાવવી જોઈએ. ખાણી-પીણીનું ધ્યાન રાખવાથી પણ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

નિયમિત ભોજન

ખાવાનું યોગ્ય સમયે ખાવાથી પણ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબિટીશના દર્દીએ સવારે અને સાંજે નિયમિત ભોજન કરવું જોઈએ.

ફાઈબર યુક્ત ડાયટ

ડાયટમાં ફાઈબર યુક્ત ફૂડ સામેલ કરો, જેનાથી પાચન તંત્ર વ્યવસ્થિત કામ કરે છે.

નિયમિત એક્સરસાઈઝ

ડૉક્ટરની સલાહ પ્રમાણે ડાયાબિટીશના દર્દીએ નિયમિત એક્સરસાઈઝ કરવી જોઈએ. જેનાથી વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

સુગર લેવલનું ધ્યાન રાખો

ડાયાબિટીશના દર્દીએ મીઠાઈ, સુગર ડ્રિન્ક અને પ્રોસેસ્ડ ફૂડથી બચવું જોઈએ. વધારે પ્રમાણમાં સુગરનું સેવન કરવું દર્દીના સ્વાસ્થ્ય માટે સારૂ નથી હોતુ.

તણાવ કંટ્રોલ કરે

સુગર કંટ્રોલ કરવા માટે તણાવ પર કાબુ મેળવવો જરૂરી છે. એક્સપર્ટનું માનવું છે કે, વધારે પડતા સ્ટ્રેસના કારણે પણ ડાયાબિટીશની સમસ્યા વકરી શકે છે.

પુષ્કળ પાણી પીવો

પાણીની કમીના કારણે પણ વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીશના દર્દીએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

8 કલાકની ઊંઘ લો

એક્સપર્ટના મતે, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. જો 8 કલાકથી ઓછી ઊંઘ લેશો, તો તેના કારણે પણ સુગર કંટ્રોલ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

Benefits Onion: શેકેલી ડુંગળી ખાવાના ફાયદા, જાણી લો