વજન વધવાની સમસ્યામાં સૌપ્રથમ ચરબી કમરની આસપાસની વધવા લાગે છે. જેને લવ હેન્ડલ્સ પણ કહેવામાં આવે છે. જેના કારણ શરીર બેડોળ લાગવા લાગે છે. આના સોલ્યુશન માટે કસરત કરવી ઘણી જરૂરી છે, આ સ્ટોરીમાં આપણે કેટલીક કસરત વિશે જોઈશું જેને તમે ઘરેજ સરળતાથી કરી શકો છો
જો તમારી પીઠમાં તકલીફ રહેતી હોય તો તમે કોબરા પોઝ એક્સરસાઈઝ કરી શકો છો. જો તમારા કામમા ડેસ્ક જોબ રહેતી હોય તો તમારે આ ચોક્કસપણે કરવી જોઈએ, આનાથી તમારી લોવર બેકની સમસ્યામા રાહત મળે છે.
આ કસરત કરવા માટે પેટ પર જમીન પર સૂઈ જાઓ. હવે બંને પગને પાછળની તરફ ખસેડો અને હાથની મદદથી શરીરના આગળના ભાગને આગળની તરફ ઉઠાવો.
આ એક્સરસાઈઝ મસલ્સને એક્ટીવ કરે છે, આ કરવાથી આના કોર મસલ્સને અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે, અને તમારા પોસ્ચરમા સુધાર આવે છે.
પ્લે્ન્ક કરવા માટે પહેલા પેટના બળે જમીન પર સૂઈ જાવો, હવે તમારા બંને હાથને જમીન પર ટેકાવી શરીરને ઉપરની તરફ લાવો, અને હીપ્સ નીચેની બાજુ રાખો.
આ કસરત કરવાથી સ્નાયુઓને મજબૂત થાય છે. તમે દરરોજ ઘરે આ કરી શકો છો. આ કમરની ચરબી ઘટાડવામાં મદદ કરશે.
આ કસરત કરવા માટે પહેલા તમારા પગ સામે રાખીને જમીન પર બેસો. હવે તમારી પીઠને પાછળ ખસેડો અને શરીરને બેલેન્સ કરો.