ઘણી વખત શાકમાં વધુ પડતી હળદર પડી જવાથી આખો સ્વાદ બગડી જાય છે. જો તમારાથી ક્યારે ભૂલથી શાકમાં વધુ હળદર પડી જાય તો આ સ્માર્ટ ટ્રીક અપનાવી તેને મેનેજ કરી શકો છો
જો શાકની કરીમાં વધુ પડતી હળદર પડી ગઈ હોય, તો તેમા થોડા ચમચી દહીં ઉમેરી દો, આ હળદરની કડવાશને ઓછી કરી શાકના સ્વાદને સારુ કરી દેશે
હળદરની કડવાશને ઠીક કરવા માટે તમે તેમાં પાણી પણ નાખી શકો છો. આ હળદરના સ્વાદને ઘટાડવામાં મદદ કરશે.
વધારાની હળદરને બેલેન્સ કરવા માટે શાકમાં થોડા ચમચી તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરો, આનાથી હળદરનો સ્વાદ ઓછો શાકનું સ્વાદ વધે છે
તાજા અને ખાટા લીંબુનો રસ પણ હળદરના ટેસ્ટને ઓછુ કરવામાં મદદ કરે છે, આ માટે શાકમાં પૂરતી માત્રામાં લીંબુનો રસ મેળવો
નાળિયેરનું દૂધ ઉમેરવાથી હળદરની કડવાશ ઓછી થાય છે અને વાનગીનો સ્વાદ વધે છે, સાથે ક્રીમી ટેક્સચર પણ બને છે.