ઘણા લોકોને લસણ વગરનું શાક ભાવતું નથી, લસણ શાકમાં તીખાશ ઉમેરી સ્વાદ વધારે છે આ સિવાય તેના કેટલાક સ્વાસ્થ્ય લાભો પણ છે. લસણ રસોઈમાં વારંવાર વપરાશમાં આવતું હોવાથી ઘણીવાર આપણે તેને એકસાથે ખૂબ જ ખરીદી લઈએ છીએ પરંતુ જો તેને વ્યવસ્થિત રીતે સ્ટોર કરવામાં ન આવે તો જલદી ખરાબ થઈ જાય છે. આ સ્ટોરીમાં આપણે તેને સ્ટોર કરવાની કેટલીક ટ્રીક વિશે જાણીશુંં.
સુતરાઉ સ્કાર્ફ અથવા સુતરાઉ કાપડની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે ઉનાળાના દિવસોમાં સુતરાઉ કપડાં ઠંડક આપે છે અને હવાની અવરજવર પણ કરે છે.
છાલવાળી લસણની કળીને એરટાઈટ જાર અથવા બેગમાં સ્ટોર કરો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. ધ્યાન રાખો કે બરણીમાં કોઈપણ પ્રકારની ભેજ ન હોવી જોઈએ
જો લસણની કળીને બેથી ત્રણ અઠવાડિયા માટે સ્ટોર કરવા માંગતા હો, તો પહેલા લસણને સારી રીતે કાપી લો. હવે એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો અને તેમાં લસણ ઉમેરો અને થોડું મીઠું પણ નાખો. કારણ કે મીઠું ખૂબ જ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. લસણને પૂરી રીતે શેકવું જરૂરી નથી, હવે તમે આ લસણને કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો.
લસણ સ્ટોર કરવા માટે શણની થેલીઓનો ઉપયોગ કરી શકાય છે,આ લસણને લાંબા સમય સુધી તાજું રાખવામાં મદદ કરે છે
લસણ સ્ટોર કરવા માટે શણની થેલીઓનો ઉપયોગ કરી શકાય છે,આ લસણને લાંબા સમય સુધી તાજું રાખવામાં મદદ કરે છે
લસણ ખરીદતી વખતે, આછા ગુલાબી રંગનું લસણ ખરીદો અને અંકુરિત લસણ ન ખરીદો, તેને કાપવામાં અથવા છોલવામાં મુશ્કેલી પડે છે.
મોટા ગઠ્ઠા અને પાતળી છાલવાળું લસણ ખરીદવું વધુ સારું છે. લસણને અંકુરિત થતા અટકાવવા માટે, તેને ભેજ અને તડકાથી દૂર રાખો.