Benefits Of Eating Fruit: કયા ફળો ખાવાથી હિમોગ્લોબિન વધે છે


By Bhavesh Chaudhary17, Jul 2024 06:26 PMgujaratijagran.com

કયા ફળો ખાવા

ખરાબ ખાવાની આદતોના કારણે શરીરમાં લોહીની ઉણય થાય છે. લોહીની ઉણપને કારણે તમને શરીરમાં કમજોરી, બેભાન થઈ જવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવા કયા ફળ છે જે હિમોગ્લોબિનમાં વધારવામાં મદદ કરે છે.

દાડમ

શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે દાડમ ખાવી જરૂરી છે. દાડમમાં વિટામિન-એ અને આર્યન જેવા પોષકતત્વો મળી આવે છે. જે લોહી વધારવામાં મદદ કરે છે.

કેળા

કેળા શરીરમાં હિમોગ્લોબિનની માત્રાને વધારવામાં મદદ કરે છે. કેળાની અંદર આર્યન હોય છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે મદદરૂપ થાય છે.

સફરજન

સફરજન શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. દરરોજ છાલ સાથે ખાવાથી શરીરમાં લોહી વધે છે.

નારંગી

નારંગીમાં વિટામીન-સી હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. તેમજ તેને ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે.

પીચ ખાઓ

શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે પીચ ફળ ખાવું જરૂરી છે. કેમ કે, પીચમાં વિટામીન-સી મળે છે જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે મદદરૂપ થાય છે.

દ્રાક્ષ

શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારવા માટે દ્રાક્ષ ખાઈ શકો છો. દ્રાક્ષ શરીરની કમજોરી દૂર કરે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Brinjal Side Effects: જો આ 5 તકલીફ હોય તો રિંગણનું સેવન કરવાનું ટાળો