રીંગણનો ઉપયોગ આપણે ઘણા શાક બનાવવામાં કરતા હોંઈએ છે, રીંગણ બટાકાનું શાક પણ ઘણા લોકોનું ફેવરીટ હોય છે. પરંતુ રીંગણ કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે, આવો જાણીએ કોણે રીંગણનું સેવન કરવાનું ટાળવું જોઈએ
જેમને કીડની તકલીફ રહેતી હોય તેઓએ રીંગણનુું સેવન ન કરવું જોઈએ, રીંગણમાં રહેલા બીજ પથરીની તકલીફ વધારી શકે છે
રીંગણમાં રહેલું ઓક્ઝેલેટ કેલ્શિયમના શોષણમા અવરોધ ઊભો કરે છે, હાડકાના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ ઘણું મહત્વનું છે.
જેઓને પાઈલ્સની બીમારી છે તેઓએ પણ રીંગણનું સેવન કરવાથી બચવું જોઈએ, આનાથી તકલીફ વધી શકે છે
જેઓ આર્થરાઈટીઝથી પીડાઈ રહ્યા છે તેમની માટે રીંગણનું સેવન હાનિકારક હોઈ શકે છે
રીંગણ ખાવાથી પેટની સમસ્યા પણ થઈ શકે છે, આના સેવનથી પેટમાં દુખાવો, ઊલટી, અને માથાનો દુખાવો રહે છે