Ajwain Water Benefits: અજમાનું પાણી છે દવા સમાન, રાખશે બીમારીઓથી દૂર


By Smith Taral17, Jul 2024 01:30 PMgujaratijagran.com

અજમો માત્ર વાનગીમાં સ્વાદ જ નથી ઉમેરતો પરતું તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. અજમામાં કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. સવારમાં ખાલી પેટે અજમાનું પાણી પીવાથી અઢળક સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે. આવો જાણીએ વધુમાં

પાચન માટે જ સારુ

અજમામાં ફાઈબર સારી માત્રામાં રહેલું હોય છે જે પાચનમા સહારૂપ બને છે. આ પાણીનું સેવન કરવાથી ડાયેરીયા અને કબજીયાત જેવી તકલીફોમાં રાહત મેળવી શકાય છે

વજન ઘટાડવામાં ફાયદાકારક

સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાથી મેટાબોલીઝમ સારુ થાય છે. આ પાણી શરીરની વધારાની ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરે છે

ડાયાબિટીઝમાં પણ લાભદાયક

અજમામાં રહેલું ફાઈબર શરીરમાં સુગરની માત્રાને નિયંત્રણમાં રાખે છે, જોકે આ પાણી પીવા પહેલા ડોક્ટરની સલાહ ચોકકસથી લોં

રોગપ્રતિકારક શકિત

અજમાના પાણીમાં એન્ટીઓક્સીડન્ટ ગુણો રહેલા હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

ઈન્ફેકશનથી બચાવે છે

અજમામાં રહેલા એન્ટી ઈન્ફલામેટરી અને એન્ટી બેક્ટેરીયલ તમને ઈન્ફેક્શનથી બચાવે છે. સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાની આદત કેળવો

Healthy Food: શું મખાના ખાવાથી સુગર વધી શકે છે?