ભારત અને ઈઝરાયેલ વચ્ચે વ્યૂહાત્મક અને વ્યાપારીક સંબંધ મજબૂત છે. ભારત-ઈઝરાયેલ વચ્ચે ખૂબ જ લાંબા સમયથી મજબૂત સંબંધ રહ્યા છે.
ભારત લાંબા સમયથી ઈઝરાયેલ પાસેથી સંરક્ષણ ઉપકરણોની આયાત કરી રહ્યું છે. તેમાં હથિયાર પ્રણાલી,મિસાઈલ ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે.
કૃષિ સેક્ટરને મદદરૂપ થવા માટે ઈઝરાયેલ પાસેથી અત્યાધુનિક કૃષિ ઉપકરણ પણ આયાત કરવામાં આવે છે. જે ભારતની કૃષિના વિકાસમાં યોગદાન આપે છે.
ઈઝરાયેલથી ભારત રસાયણો અને ખાતરની પણ આયાત કરે છે. આ રસાયણિક ખાતર કૃષિ ક્ષેત્ર માટે ખૂબ ઉપયોગી છે.
ઈઝરાયેલ એક હીરા નિકાસકર્તા દેશ છે. અહીંથી ભારત હીરાની આયાત કરે છે. ત્યારબાદ ભારતમાં હીરા પર પ્રોસેસ કરવામાં આવે છે.