દિવાળી દરમિયાન ઘરે આવતા મહેમાનો માટે યુનિક ફરસાણ ટ્રાય કરવા માંગતા હોવ, તો તમે આ રેસીપી ચોક્કસ બનાવી શકો છો.
મઠનો લોટ, અડદનો લોટ, લીલા મરચાં, હિંગ, બેકિંગ સોડા, અજમો, દળેલી ખાંડ, તેલ, મીઠું, પાણી.
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ક્રશ કરેલી લીલા મરચાં, બેકિંગ સોડા અને મીઠું નાખી ઉકાળો.
હવે તેમાં દળેલી ખાંડ અને તેલ નાખીને મિક્સ કરી લો.
હવે એક કાથરોટ મઠનો લોટ, અડદનો લોટ ચાળી પછી તેમાં ક્રશ કરેલ અજમો-જીરુ, હિંગ નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં હુંફાળુ પાણી નાખીને લોટ બાંધીને 15 મિનિટ ઢાંકીને સેટ થવા દો.
હવે લોટ ઉપર તેલ લગાવીને સારી રીતે કુણીને પછી લુઆ બનાવી પાટલી ઉપર વેલણથી વણી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી મઠીયા તળી લો.
તૈયાર છે મઠીયા તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.