Coconut Ladoo: નવરાત્રીના પ્રસાદ માટે ઘરે બનાવો સૂકા કોપરાના લાડુ


By Vanraj Dabhi08, Oct 2024 03:21 PMgujaratijagran.com

સૂકા કોપરાના લાડુ

નવરાત્રીના પ્રસાદમાં તમે બૂંદી, ચણાનો લોટ, ઘઉં લોટના લાડુ ટ્રાય કર્યા હશે પરંતુ આજે અમે તમે સૂકા નારિયેળના કોપરાના લાડુ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

250 ગ્રામ નારિયેળ પાવડર,1 નાનો કપ દૂધ,6 ચમચી ખાંડ,2 ચમચી ઘી,1 ચમચી એલચી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કડાઈમાં નારિયેળના કોપરાનું ખમણ નાખીને થોડી વાર શેકી લો.

સ્ટેપ-2

થોડું શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખીને ચમચા વડે હલાવતા રહો.

સ્ટેપ-3

દૂધ સંપૂર્ણપણે બળી જાય એટલે ખાંડ ઉમેરીને ઓગાળીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

ચાસણી સંપૂર્ણપણે સોસાઈ ન જાય ત્યાં સુધી હલાવો પછી તેમાં ઘી,એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

થોડું ઠંડું થાય પછી લાડુ બનાવીને માતાજીને પ્રસાદ અર્પણ કરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chorafali Recipe: દશેરા માટે ઘરે બનાવો ચોળાફળીની યુનિક રેસીપી