Foamy Urine: પેશાબમાં ફીણ આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત, થઈ જાવ એલર્ટ


By Sanket M Parekh06, May 2025 04:16 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

ઘણી વખત પેશાબમાં ફીણ વળે, તો તે સામાન્ય હોઈ શકે છે. ખાસ કરીને, જ્યારે તમે ખૂબ જ ઝડપથી પેશાબ કરો છો અથવા શરીરમાં પાણીની ઉણપ હોય. જો કે વારંવાર આવું થતું હોય, તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. તો ચાલો આ સંદર્ભે ઓર્થોપેડિક સર્જન અને સ્પોર્ટ્સ મેડિસિનના ડૉ.મનન વોરા પાસેથી જાણો પેશાબમાં ફીણ વળવાનું કારણ અને તેની સારવા વિશે જાણીએ....

પેશાબમાં ફીણ વળવાનું કારણ

પેશાબમાં ફીણ વળવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, પેશાબના માર્ગમાં કોઈ પ્રેશર બની રહ્યું હોય અથવા ટૉઈલેટમાં રહેલ સાબુ કે કેમિકલ પણ ફીણનું કારણ બની શકે છે.

સોજો, ખંજવાળ અને થાક લાગવો

જો પેશાબ કરતી વખતે ફીણ વળવા સાથે-સાથે શરીરમાં સોજો, ખંજવાળ અને થાક લાગવા જેવી સમસ્યા જોવા મળે, તો તે કિડની સાથે સંકળાયેલી બીમારીનું લક્ષણ હોઈ શકે છે.

ડાયાબિટીસ થવા પર પેશાબમાં ફીણની સમસ્યા

ડાયાબિટીસના દર્દીઓમાં હંમેશા પેશાબમાં ફીણની સમસ્યા જોવા મળે છે. જો તમને સુગરની સમસ્યા હોય અને પેશાબ કરતી વખતે ફીણ વળી રહ્યું હોય, તો તપાસ કરાવવી જરૂરી છે.

ડિહાઈડ્રેશનની સમસ્યા

શરીરમાં પાણીની કમી અર્થાત ડિહાઈડ્રેશન પણ પેશાબમાં ફીણ વળવાનું એક કારણ બની શકે છે. આથી આખો દિવસ પુરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબજ જરૂરી છે.

તબીબની સલાહ લો

પેશાબમાં સતત ફીણ આવતું હોય તો તમારે પેશાબનો રૂટીન ટેસ્ટ અને તેમાં વીર્યની હાજરીની પણ તપાસ કરાવી શકો છો.જેથી તેનું યોગ્ય કારણ જાણી શકાય.

ગંભીર સમસ્યાનો સંકેત

પેશાબમાં ફીણ વળતું હોય, તો બેદરકારી ના દાખવવી જોઈએ. આ લક્ષણો શરીરની અંદર ચાલી રહેલી ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને, જો તે વારંવાર થતું હોય તો...

કિડની ફેઈલ થવાનો ખતરો

જો પેશાબ કરતી વખતે શ્વાસ લેવામાં પણ સમસ્યા, ઉબકા અને થાકનો અહેસાસ રહેતો હોય, તો આ લક્ષણો કિડની ફેઈલ થવાનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ...

વધારે પાણી પીવો

શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખવા એટલે કે પાણી અને મિનરલ્સનું યોગ્ય પ્રમાણ જાળવવું, ફીણથી બચવા માટે ખૂબ જ આવશ્યક છે. આ માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.

Blood Sugar: જમ્યા બાદ બ્લડ સુગર કેટલું હોવું જોઈએ?