આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ આખો દિવસ બદલાતું રહે છે. ખાસ કરીને જમ્યા બાદ બ્લડ સુગરનું લેવલ વધી જાય છે. જેને કંટ્રોલમાં રાખવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો ડૉ. સીમા યાદવ પાસેથી જાણીએ જમ્યા બાદ બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ...
જમ્યા પછી સામાન્ય બ્લડ સુગર લેવલ 140થી 180 mg\dLની વચ્ચે હોવું જોઈએ. જે તમારી ઉંમર, ખાણી-પીણી અને શારીરિક ગતિવિધિઓ પર નિર્ભર રહે છે.
જો તમે 8 કલાક સુધી કશું જ નથી ખાતા, તો બ્લડસુગર લેવલ 100 mg\dLથી ઓછું હોવું જોઈએ. જે ડાયાબિટીસથી બચવા માટે મહત્વપૂર્ણ સંકેત છે.
જમ્યા બાદ 2 કલાકની અંદર બ્લડ સુગર લેવલ 140 mg\dLથી ઓછું હોવું જોઈએ. જેનાથી તમને ખ્યાલ આવે છે કે, તમારું શરીર ઈસ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યું છે.
HBA1C ટેસ્ટ છેલ્લા 2-3 મહિનાનો સરેરાશ બ્લડ સુગર દેખાય છે. એક સ્વસ્થ વ્યક્તિમાં તેની વેલ્યુ 5.7 ટકાથી ઓછું હોવું જોઈએ. ડાયાબિટીસમાં તે 7 ટકાથી નીચે હોવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીમાં જમ્યા બાદ બ્લડ સુગર 180 mg\dLથી ઓછું રહે છે.જે ફાસ્ટિંગ બ્લડ સુગર 80-130 mg\dLની વચ્ચે રહેવું જોઈએ.
પ્રી-ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ફાસ્ટિંગ બ્લડ સુગર 100-125 mg\dLની વચ્ચે હોઈ શકે છે. જે હાર્ટ ડિસીઝનો ખતરો દર્શાવે છે.
ગ્લૂકોમીટરથી આંગળીનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. જ્યારે લેબ ટેસ્ટમાં વીન્સ બ્લડથી ટેસ્ટ કરવામાં આવે છે. ગ્લુકોમીટરનું રીડિંગ લેબ ટેસ્ટથી 15 ટકા વધારે હોઈ શકે છે.
સંતુલિત ડાયટ, એક્સરસાઈઝ અને રેગ્યુલર બ્લડ સુગર મોનિટરિંગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે.આ સિવાય હેલ્ધી આદતો અપનાવીને તમે સ્વસ્થ જીવન જીવી શકો છો.