દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને ઉનાળામાં અપચો કે કબજિયાતની સમસ્યા ઘટાડે છે.
દહીંની તાસિર ઠંડી હોય છે, જે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને હીટસ્ટ્રોક સામે રક્ષણ આપે છે.
દહીંમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચાવે છે. તમે તેમાંથી છાસ કે લસ્સી સ્વરૂપે સેવન કરી શકો છો.
દહીંમાં રહેલા વિટામિન અને પ્રોબાયોટિક્સ રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવે છે, જે રોગો સામે રક્ષણ આપે છે.
દહીંમાં ઝિંક અને લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને ભેજમુક્ત બનાવે છે અને ઉનાળામાં સનબર્ન અથવા ત્વચાની સમસ્યા ઘટાડે છે.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.