ઠંડી તાસીર ધરાવતી વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા અનેક ખનીજ તત્વો મળી આવે છે, જે ખોરાકને હજમ કરે છે.
વરિયાળી તમારી યાદશક્તિ પણ વધારે છે. વરિયાળીનું પાણી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. વરિયાળી શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે.
એવામાં ચાલો વરિયાળી સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદેમંદ છે અને કઈ-કઈ બીમારીઓથી બચાવે છે.
વરિયાળી સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે. આથી ડાયાબિટીશના દર્દીઓ માટે વરિયાળી ફાયદેમંદ છે.
કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો વરિયાળી ખાવી જોઈએ. જે તમારા પાચનને સુધારીને પેટને ઠીક રાખે છે.
પીરિયડ્સમાં પરેશાની થઈ રહી હોય, તો વરિયાળીનું સેવન કરવું જોઈએ. જો પીરિયડ અનિયમિત આવતું હોય, તો વરિયાળીનું સેવન ફાયદેમંદ નીવડે છે.
જો તમારા મોંઢામાંથી દુર્ગેધ આવતી હોય, તો દિવસમાં 3-4 વખત નિયમિત વરિયાળી ચાવીને ખાવી જોઈએ. આમ કરવાથી મોંઢામાંથી દુર્ગંધ દૂર થઈ જશે.