તમાકુના સેવનથી શરીરમાં ક્યા ફેરફાર થાય છે?


By Sanket M Parekh03, Oct 2024 03:45 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

ડૉ. રમણકુમારના જણાવ્યા મુજબ, તમાકુનું સેવન તમારા ફેફસા અને હાર્ટને ઘણું નુક્સાન પહોંચાડે છે. જેનું વધારે પડતું સેવન કરવાના કારણે તમારું મોત પણ થઈ શકે છે. આથી તમાકુંનું વધારે પડતું સેવન કરવાથી બચવું જોઈએ.

ફેફસા માટે નુક્સાનદાયક

તમાકુનું સેવન કરવું ફેફસા માટે નુકસાનદાયક નીવડી શકે છે. જેના કારણે તમારા ફેફસાનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

અસ્થમા

તમાકુનું સેવન કરવાથી શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. આ સાથે જ તે અસ્થમાની સમસ્યાને વધારી શકે છે. આથી અસ્થમાથી પીડાતા હોય તેમણે તમાકુંનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ડાયાબિટીશ

તમાકુનું વધારે પડતું સેવન કરવાના કારણે ટાઈપ-2 ડાયાબિટીશનો ખતરો વધી જાય છે. આ સાથે જ નર્વસ સિસ્ટમ પણ નબળી પડી જાય છે.

સ્ટ્રોક

તમાકુનું સેવન કરવાથી સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.આ સાથે જ તેનું વધારે પડતું સેવન કરવાથી ધમનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

ઈમ્યુનિટી નબળી પાડે

તમાકુનું વધારે પડતું સેવન કરવાના કારણે શરીરની ઈમ્યુનિટી નબળી પાડી જાય છે. જેના કારણે તમે જલ્દી બીમાર પડી શકો છો.

Belly Fat: પેટમાં જતાં જ ચરબીને સડસડાટ ઓગાળી દેશે આ ફળ, થોડા દિવસમાં દેખાશો એકદમ સ્લિમ