Swelling Symptoms: હાથ-પગમાં સોજા આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત


By Sanket M Parekh22, Aug 2025 04:02 PMgujaratijagran.com

હાથ-પગના સોજાથી સમજો બીમારી

હાથ-પગમાં સોજાથી અનેક બીમારીઓની જાણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કેટલીક એવી બીમારીઓ વિશે, જેના કારણે હાથ-પગમાં સોજા આવી શકે છે.

હ્રદય રોગ

હૃદય રોગને કારણે બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા થઈ શકે છે, જેનાથી હાથ-પગમાં સોજો આવી શકે છે.

કિડની રોગ

કિડની રોગના કારણે શરીરમાં પ્રવાહી પદાર્થ જમા થવા લાગે છે. જેના પરિણામે પણ હાથ-પગમાં સોજા આવી શકે છે.

લિવર રોગ

લિવર રોગને કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ શકે છે, જેનાથી હાથ-પગમાં સોજો આવી શકે છે

થાયરોઇડ રોગ

થાયરોઇડ રોગને કારણે શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ શકે છે, જેનાથી હાથ-પગમાં સોજો આવી શકે છે.

સંધિવા

સંધિવા એક એવી સ્થિતિ છે, જેમાં સાંધાઓમાં સોજો અને દુખાવો થાય છે, જેનાથી હાથ-પગમાં સોજો આવી શકે છે.

ટ્યુમર

હાથ-પગમાં કારણ વગરનો સોજો ટ્યુમર જેવી બિમારીનો સંકેત પણ આપી શકે છે. તેના કારણે હાથ-પગમાં હળવો દુખાવો પણ થવા લાગે છે

Sprouts Side Effects: જરૂરિયાત કરતાં વધારે સ્પ્રાઉટ્સ ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન