Sprouts Side Effects: વધારે સ્પ્રાઉટ્સ ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન


By Sanket M Parekh22, Aug 2025 03:57 PMgujaratijagran.com

સ્પ્રાઉટ્સ ખાવાના નુકસાન

સ્પ્રાઉટ્સ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે શરીર માટે ખૂબ જ પોષ્ટિક હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, સ્પ્રાઉટ્સને જરૂર કરતાં વધારે ડાયટમાં સામેલ કરવામાં આવે, તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના ગંભીર નુકસાન થઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..

પાચન સબંધિત સમસ્યા

સ્પ્રાઉટ્સમાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે પાચન તંત્ર પર પ્રેશર કરે છે. જેના પરિણામે ધીમે-ધીમે પાચન સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ગેસ અને બ્લોટિંગ

શરીરમાં પેટ ફૂલવાનું કારણ વધુ પડતા સ્પ્રાઉટ્સ ખાવા છે. તેમાં રાફિનોઝ નામનો એક પ્રકારનો કાર્બોંહાઈડ્રેટ હોય છે, જે તમારા ગેસ અને પેટ ફૂલવાનું કારણ બને છે.

એલર્જી થવી

કેટલાક લોકોને વધુ સ્પ્રાઉટ્સ ખાવાથી અનેક પ્રકારની એલર્જીનો સામનો કરવો પડે છે. આ એલર્જીને કારણે શરીર પર ફોલ્લીઓ અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.

ફૂડ પોઈઝનિંગ

સ્પ્રાઉટ્સમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેનાથી લોકોને ફૂડ પોઈઝનિંગનો સામનો કરવો પડે છે.

થાઇરોઇડની સમસ્યા

કેટલાક સ્પ્રાઉટ્સ જેમ કે બ્રોકલી અને કાબુલી ચણામાં ગોઇટ્રોજેન્સ નામનું એક સંયોજન હોય છે, જે થાઇરોઇડની સમસ્યાઓ ઊભી કરી શકે છે.

કિડની સ્ટોન

સ્પ્રાઉટ્સમાં ઓક્સાલેટ નામનું એક સંયોજન હોય છે, જે કિડની સ્ટોનનું કારણ બની શકે છે. તેમને ખાવાથી ધીમે ધીમે આ સમસ્યા વધવા લાગે છે.

શરીરમાંથી દુર્ગંધ આવવાના 6 કારણો વિશે જાણો