લીલા મરચા ખાવાથી કયા રોગો મટે છે, જાણો નિષ્ણાતો શું કહે છે


By Vanraj Dabhi19, Jul 2024 03:52 PMgujaratijagran.com

લીલા મરચા

લીલા મરચામાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ.

પોષક તત્વો

લીલા મરચામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, એ, બી6, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

આંખો માટે ફાયદાકારક

લીલા મરચામાં વિટામીન A અને C ભરપૂર હોવાથી તેનું સેવન આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

લીલા મરચાંનું સેવન કરવાથી મેટાબોલિઝમને વેગ મળે છે, જે વજન ઘટાડે છે.

શુગર માટે ફાયદાકારક

લીલા મરચામાં ઘણા પોષક તત્વો હોય છે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

વાળ માટે ફાયદાકારક

લીલા મરચામાં વિટામિન સી અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે.

પાચન માટે ફાયદાકારક

લીલા મરચામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુધારે છે અને કબજિયાતમાંથી રાહત મળે છે.

હૃદય માટે ફાયદાકારક

લીલા મરચામાં પોટેશિયમ, આયર્ન, વિટામીન A અને એન્ટી ઓક્સીડેન્ટ હોવાથી તેનું સેવન શરીરમાં લોહીના ગંઠાવાની સમસ્યા દૂર કરે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Monsoon Vegetables: ચોમાસામાં આ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, કરી શકે છે નુકસાન