Monsoon Vegetables: ચોમાસામાં આ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, કરી શકે છે નુકસાન


By Smith Taral19, Jul 2024 01:56 PMgujaratijagran.com

ચોમાસામાં વરસાદની મજા માણવી આનંદદાયક હોય છે પણ સાથે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. ચોમાસામાં કેટલાક પ્રકારના શાકભાજીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યનું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કયા શાકભાજી ખાતી વખતે સાવચેતી રાખવી જોઈએ

લીલા શાકભાજી

લીલા શાકભાજી જેવા કે મેથી, પાલક, કોબીજ પાણી વાળી જગ્યામાંથી તોડવામા આવે છે, જ્યાં બેક્ટેરીયા વધુ હોય છે. આના સેવન પહેલા તેને સારી રીત ગરમ પાણીથી સાફ કરી લો

ફૂલેવર

ચોમાસા દરમિયાન ફૂલેવરમાં બેક્ટેરીયા અને જીવજંતુઓ વધારે પડવાની સંભાવના હોય છે. આનું શાક બનાવતા પહેલા આને વ્યવસ્થિત સાફ કરવું ઘણું જરૂરી છે

બ્રોકોલી

બ્રોકોલીમાં પણ બેક્ટીયા અને જંતુઓ ઝડપથી પડે છે, જેથી તેને ચોમાસા દરમિયાન ખાવાનું ટાળવું જોઈએ

મશરુમ

મશરુપ પાણી ઝડપથી શોષે છે, અને ભેજવાળા વાતાવરણમાં ઝડપથી ખરાબ પણ થઈ જાય છે. આવા મશરુમ ખાવાથી તમને ફૂડ પોઈઝનીંગ પણ થઈ શકે છે

રીંગણ

ચોમાસા દરમિયાન રીંગણ ખાવાથી ફંગલ ઈન્ફેકશનનું જોખમ વધે છે અને ચોમાસામાં તેમા જીવજંતુઓ પણ જલદી પડી જાય છે. ચોમાસામાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ

ભીંડા

ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં ભીંડામાં પણ બેક્ટેરીયા પડવાની સંભાવના વધુ હોય છે, માટે એવા શાકભાજીનું સેવન કરો જે સાફ કરવામાં અને બનાવવામાં સરળ હોય

શાકભાજીને સારી રીતે ધોઈ લો

હંમેશા રસોઈ કરતા પહેલા શાકભાજીને સારી રીતે ધોઈ લો, આનાથી તમને ઈન્ફેક્શન અથવા કોઈ પણ પેટ સંબધિત બીમારીથી બચી શકો છો

Khichdi Benefits: રાત્રે ડિનરમા ખીચડી ખાવાના આ ફાયદા જાણી લો